201+ ગુજરાતી નિબંધ | નિબંધ એટલે શું? | Gujarati Essay | gujarati nibandh 2023

 



ગુજરાતી નિબંધ (gujarati nibandh) એટલે શું

નિબંધ એ ગદ્ય લેખનનું એક સ્વરૂપ છે. પરંતુ આ શબ્દ તાર્કિક અને બૌદ્ધિક લેખો માટે પણ વપરાય છે, સંદર્ભ, રચના અને દરખાસ્તનો પણ નિબંધના સમાનાર્થી તરીકે ઉલ્લેખ કરવામાં આવે છે. પરંતુ સાહિત્યિક આલોચનાનો સૌથી પ્રચલિત શબ્દ નિબંધ જ છે. તેને અંગ્રેજીમાં કમ્પોઝિશન અથવા Essay તરીકે ઓળખવામાં આવે છે. આચાર્ય હજારીપ્રસાદ દ્વિવેદી મત મુજબ સંસ્કૃતમાં પણ નિબંધનું સાહિત્ય છે. પ્રાચીન સંસ્કૃત સાહિત્યના તે નિબંધોમાં ધર્મશાસ્ત્રના સિદ્ધાંતો તાર્કિક રીતે સમજાવવામાં આવ્યા હતા. તેમની પાસે કોઈ વ્યક્તિત્વની લાક્ષણિકતાઓ નહોતી. પરંતુ વર્તમાનકાળના નિબંધો સંસ્કૃતના નિબંધોની વિરુદ્ધ છે. તેમનામાં વ્યક્તિત્વ અથવા વ્યક્તિગતતાની ગુણવત્તા સર્વોચ્ચ છે.

ગુજરાતી નિબંધ (gujarati nibandh) લેખન એટલે શું
નિબંધ લેખનએ ગદ્ય લેખનનો એક પ્રકાર છે જેમાં લેખક પોતાના વિચારોને સુવ્યવસ્થિત અને ક્રમબઘ્ઘ રીતે વાચકો સમક્ષ મૂકે છે.

નિબંધ શબ્દ બે શબ્દોથી બનેલો છે – નિ + બંધ. જેનો અર્થ છે સારી રીતે બાંધીલી (નિર્માણ કરેલી) રચના. અર્થાત એવી રચના કે જે વિચારપૂર્વક, ક્રમબઘ્ઘ રીતે લખાઈ હોય.

ગુજરાતી નિબંધ (gujarati nibandh) ના પ્રકાર:-
(૧) વર્ણનાત્મક નિબંધ: 
આ પ્રકારના નિબંધોમાં સ્થાન, તહેવાર, પ્રાકૃતિક દ્રશ્ય, પર્યટક સ્થળ, મુસાફરી, મેળો, પ્રસંગો વગેરેના વર્ણનનો સમાવેશ થાય છે.


(૨) વિવર્ણનાત્મક નિબંધ:
આ પ્રકારના નિબંધોમાં, કોઈ ચોક્કસ પ્રસંગ, સંસ્મરણો, કાલ્પનિક ઘટનાઓ વગેરેનો સમાવેશ થાય છે.

(૩) ભાવનાત્મક નિબંધ: 

આવા નિબંધોમાં મનમાં ઉદ્ભવતી ભાવનાઓને ભાવનાત્મક રીતે વર્ણવવામાં આવે છે. જેમ કે તિરસ્કાર, ટીકા, મિત્રતા, ક્રોધ, પ્રેમ વગેરેનો સમાવેશ થાય છે..

(૪) વિચારશીલ નિબંધ: 
આ પ્રકારના નિબંધોમાં વિચારો અને દલીલોનું વર્ચસ્વ છે. સાહિત્ય, સમાજ, ધર્મ, ફિલસૂફી વગેરે વિષયો લેખક પોતાની દ્રષ્ટિથી વર્ણવે છે.

(૫) ઉચ્ચારણ અથવા કોઈપણ નિવેદનના આધારે: 
આવા નિબંધોમાં, નિબંધ એ રૂઢિપ્રયોગ, કહેવત અથવા કોઈ પણ પ્રખ્યાત પંક્તિનું નિવેદન લઈને રચિત હોય છે, જેમકે, સ્વચ્છતા ત્યાં પ્રભુતા, દયા ધર્મનું મૂળ છે વગેરે.

શ્રેષ્ઠ ગુજરાતી નિબંધ લેખન માટે ઘ્યાનમાં રાખવાની બાબતો:-
એકસુત્રતા એ નિબંધ લેખનનો મુખ્ય આધાર છે. આપેલ વિષય ૫ર ક્રમિક અને સુવવ્યસ્થિત રીતે નિબંધ લેખન કરવુ જોઇએ.

કોઇ ૫ણ નિબંધ લખતાં ૫હેલાં તેની પ્રસ્તાવના બાંઘવી ખૂબ જ જરૂરી છે. 

નિબંધ ને અલગ-અલગ પેટા મથાળામાં વહેચી દેવો જોઇએ જો કોઇ વિષયને સબ ટાઇટલ એટલે કે પેટા મથાળુ આપી શકાય તેમ ન હોય તો પ્રસ્તાવના, મઘ્યભાગ અને ઉ૫સંહાર આ ત્રણ ભાગોમાં તો અવશ્ય વહેચવો જોઇએ.

નિબંધનો આરંભ આકર્ષક અને ઘારદાર હોવો જોઇએ. નિબંધના મઘ્ય ભાગમાં વિષયના હાર્દને સચોટ, મહિતીસભર અને રસપ્રદ રીતે વર્ણન કરવુ. નિબંધ અંત મઘુર, સૂત્રાત્મક અને પ્રશ્નસૂચક હોવો જોઇએ.

નિબંધ ની ભાષા અને શૈલી એકદમ સરળ, રસિક, સચોટ, મૌલિક અને અર્થપૂર્ણ તેમજ પ્રવાહી હોવી જોઇએ.

નિબંધ લેખનમાં શબ્દોની મર્યાદા ૫ણ ખાસ ઘ્યાને લેવી જોઇએ ઘણીવાર આ૫ણે આ૫ણા વિચારોને વર્ણવતાં એટલા મગ્ન થઇ જઇએ છીએ કે શબ્દોની લીમીટ ભુલી જઇએ છીએ તો કયારેક ઓછા શબ્દોમાં નિબંધ લેખન કરવામાં આવે છે. નિયત કરેલ શબ્દોમાં વિષયને પુર્ણ રીતે આવરી લેવો એ શ્રેષ્ઠ નિબંધ લેખનની નિશાની છે.

વિચારોને પુનરાવર્તિત કરવાથી બચવુ જોઇએ અને તમારા વિચારોને તર્કપૂર્ણ રીતે રજુ કરવા જોઇએ.

નિબંધ લેખન બાદ તેને એકવાર વાંચી જવો અને જો સુઘારો કરવો ઉચીત જણાય તો તે ત્વરીત કરી દેવો. જોડણીની ભુલો ન થાય તે ખાસ ઘ્યાન રાખવુ. ગુજરાતી નિબંધ લેખનમાં જોડણી ૫ણ મહત્વની ભુમિકા ભજવે છે.

નિબંધની ભાષા વ્યાકરણની દ્રષ્ટીએ શુદ્ઘ હોવી જઇએ. તેમાં યોગ્યસ્થાને વિરામચિહનોનો ઉ૫યોગ, જોડણીશુદ્ઘ, હાંસીયો, મુદાસર ફકરા અને સુવાચ્ય અક્ષરોનું ૫ણ ઘયાન રાખવુ જોઇએ.

નિબંધના વિષય ને અનુરૂ૫ કોઇ સુવિચાર, મહાન વ્યકિતનું કથન, કાવ્ય પંકિત વિગેરે યાદ હોય તો અવશ્ય લેખનમાં આવરી લેવુ.

કઠિન , કૃત્રિમ અને અલંકારીક ભાષાથી બચવુ જોઇએ.

જો નિબંધ લેખન કરતી વખતે કોઇ ટોપીક પાછળથી યાદ આવે તો તેને સમા૫ન ૫હેલાં એવી રીતે વણી લેવો કે જેથી તે મુળ છણાવટ સાથે ઓતપ્રોત થઇ જાય.

 જો કોઇ નિબંધમાં મુદ્દા ૫હેલાંથી આપેલ હોય તો દરેક મુદ્દાને યોગ્ય રીતે વણી લેવો. કોઇ મુદ્દા ૫ર વઘુ ન લખાય જાય અને કોઇ મુદ્દો છુટી ૫ણ ન જાય તેનું ખાસ ઘ્યાન રાખવુ.

નિબંધમાં જયારે વિષય બદલે ત્યારે નવો ફકરો પાડવો જરૂરી છે.


Comments